ઈન્કમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2025 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર, 2025 કરી છે. આવકવેરા વિભાગે આજે એટલે કે મંગળવાર, 27 મેના રોજ આ માહિતી આપી. ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મની નોટિફિકેશન જાહેર કરવામાં વિલંબ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
https://x.com/IncomeTaxIndia/status/1927323353251012645
ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મની નોટિફિકેશન જાહેર કરવામાં વિલંબ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા X પર આ અંગે માહિતી આપી હતી કે, ‘કરદાતાઓ મહેરબાની કરીને નોંધ લો! CBDT એ ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ તે 31 જુલાઈ 2025 હતી. ITR ફાઇલિંગની પ્રક્રિયા જૂનના પહેલા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. સામાન્ય રીતે તે 1 એપ્રિલથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે તેમાં વિલંબ થઈ રહ્યો છે. ગયા વર્ષે પણ તે એપ્રિલમાં શરૂ થયું હતું. વિલંબનું કારણ ITR ફોર્મ માટે જરૂરી ઓનલાઈન ટૂલ્સની ઉપલબ્ધતા નથી.