માર્કસ માટે વગોવાયેલી GPSCનો વધુ એક છબરડો સામે આવ્યો છે. હસમુખ પટેલના વડપણમાં લેવાયેલી GPSCની વધુ એક પરીક્ષા રદ કરવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 અને મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2ની પરીક્ષાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.નાયબ ખેતી નિયામક, વર્ગ-1 ની પરીક્ષા રદ કરાઈ હોવા અંગે GPSC દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે જ, મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે.
GPSCએ જાહેરાત કરી છે કે નાયબ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1ની પરીક્ષા રદ કરવામાં આવી છે, જ્યારે મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. બંને પરીક્ષાઓ હવે સંયુક્ત રીતે 28 ઓગસ્ટ, 2025ના રોજ યોજાશે.