ICCએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે ફાઈનલ મેચ 2 નવેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે. આ મહિલા વર્લ્ડ કપનું 13મું સંસ્કરણ હશે.મહિલા વર્લ્ડ કપ 12 વર્ષ પછી ભારતમાં પાછો ફરવા જઈ રહ્યો છે.
https://x.com/ICC/status/1929512199904505982
મહિલા T20 વર્લ્ડ કપ 2016 માં ભારતમાં રમાયો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે, જેમાં યજમાન ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. મહિલા વર્લ્ડ કપના ઈતિહાસની વાત કરીએ તો સૌથી વધુ ઓસ્ટ્રેલિયા સાત વખત ચેમ્પિયન બની છે. વર્ષ 2022માં ન્યુઝીલેન્ડમાં મહિલા વર્લ્ડ કપ યોજાયો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવી ચેમ્પિયન બની હતી.