By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: ‘ફરી એક વાર’ ફિલ્મનું પોસ્ટર લોન્ચ, ફિલ્મમાં ટીકુ તલસાણીયા અને સુપ્રિયા પાઠક મુખ્ય ભૂમિકામાં
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > મનોરંજન > ‘ફરી એક વાર’ ફિલ્મનું પોસ્ટર લોન્ચ, ફિલ્મમાં ટીકુ તલસાણીયા અને સુપ્રિયા પાઠક મુખ્ય ભૂમિકામાં
મનોરંજન

‘ફરી એક વાર’ ફિલ્મનું પોસ્ટર લોન્ચ, ફિલ્મમાં ટીકુ તલસાણીયા અને સુપ્રિયા પાઠક મુખ્ય ભૂમિકામાં

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: June 2, 2025 10:53 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 3 Min Read
Share
SHARE

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ રોમોદી બેન્ક્વેટ ખાતે ટાફ ગૃપ અને ટાફ સંચાલિત અમદાવાદ આર્ટીસ્ટ ફોરમ ગ્રુપના સહયોગથી વિહાન દાંડ નિર્મિત અને અખિલ કોટક દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘ફરી એક વાર’ નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ જીતેન્દ્ર ઠક્કર, ભાવિની જાની, મૌલિક ચૌહાણ, સપના વ્યાસ, નિરાલી જોષી, શ્રદ્ધા ઠક્કર સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં. જાણીતાં ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર ડો. જયેશ પાવરા અને આસિફ સિલાવત પણ હાજર રહ્યાં હતાં.

હિન્દી સિનેમા અને સિરિયલોના ખૂબ જ લોકપ્રિય કલાકારો સુપ્રિયા પાઠક અને ટીકુ તલસાણીયા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એ સાથે જ ગુજરાતી સિનેમાનાં જાણીતા કલાકારો યુવા કલાકારો ઉત્સવ નાઈક, અવની મોદી, નેત્રી ત્રિવેદી સાથે ગુજરાતી ફિલ્મો- સિરિયલો ના વરિષ્ઠ કલાકારો ભરત ઠક્કર, કોમલ પંચાલ, મોરલી પટેલ સહિત અન્ય જાણીતા કલાકારો પણ છે. આ ફિલ્મ મધુ એન્ટરટેઈનમેન્ટ & મીડિયા પ્રાઈવેટ લિમિટેડ હેઠળ નિર્માણ પામી રહી છે.

ફિલ્મ અંગે ડિરેકટર અખિલ કોટક જણાવે છે કે ફિલ્મમાં એવા વિષયની રજૂઆત કરી રહ્યા છીએ જેના પ્રત્યે સમાજમાં હજુ જાગરુકતા આવી નથી. જેમ કે મોટી ઉંમરના એકલવાયા લોકો જેઓ પરિવાર સાથે તો રહે છે પણ અંગત જીવનમાં ખાલીપો અનુભવતા હોય છે. કારણ, તેમણે મોટી ઉંમરે જીવનસાથી ગુમાવ્યો હોય કે તેમના છૂટાછેડા થયા હોય, પછી ભલે એ સ્ત્રી હોય કે પુરુષ. તેઓ ફરી એક વાર તેમની પસંદગીનું પાત્ર શોધી તેમના જીવનનો ખાલીપો દૂર કરી શકે છે. સંયોગ નહી પણ નસીબના લેખ દરેક સંબંધના મૂળમાં રહેલા છે સાથ, સહકાર, પ્રેમ, મિત્રતા, હૂંફ અને લાગણીઓ. આ પાયાની જરૂરિયાતો ભૂલીને જોડાઈ ગયેલા સંબંધની બીજી પાર દરેક માટે એક વ્યક્તિ રાહ જોઈને ઊભી હોય છે. અમારી વાર્તા આવા જ સંગાથ, પ્રેમ અને પરિવારની વાત છે જ્યાં સંપુર્ણતા કરતા અપૂર્ણતામાં ખુશી શોધતા લોકો એકબીજાનો હાથ પકડીને જીવન નામની સફર જીવવા જોડાય છે. ફિલ્મમાં બેથી ત્રણ ગીત પણ છે જેમાંનું એક અઘોરી મ્યુઝિક બૅન્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જે રિલીઝ થશે ત્યારે ખાસ કરીને યુવાવર્ગ ને ખૂબ પસંદ પડશે.

ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે યુવાનોથી લઈ વરિષ્ઠ નાગરિકો જેઓ એકલવાયું જીવન જીવી રહ્યા છે. ફિલ્મનાં લેખિકા કાજલ મહેતાના જણાવ્યા મુજબ, એવા ઘણા લોકો છે જેઓ વિધુર કે વિધવા છે, છૂટાછેડા થયા હોય કે મોટી ઉંમર સુધી લગ્ન ન થયા હોય. તેઓ ફરી એક વાર તેમનું જીવન નવપલ્લવિત કરી શકે છે એ ફિલ્મમાં દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

You Might Also Like

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

વધુ એક ગુજરાતી મોડલનો આપઘાત, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂક્યા બાદ જીવન ટૂંકાવ્યું

TAGGED: #fariekvaar, #gujaratikalakar, #gujaratimovie, #movie, #posterlaunch
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા
આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ
ગુજરાત

More Popular from Vibes Of Positivity

દુનિયા

અમેરિકામાં 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, તમામ બચી ગયા

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
બાયોગ્રાફી

12 June : આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : નાનકડા હાથમાં ન થમાવો મજૂરીકામ, છે મોટો ગુનો

દર વર્ષે ભારત સહિત દુનિયાભરમાં 12 જૂનના રોજ વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે તરીકે મનાવવામાં આવે છે,…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં અત્યાર…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલ લોકોને આંશિક રાહત થઈ છે.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
રમત-ગમત

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ (ઘરેલૂ ક્રિકેટ)ને લઈ મહત્વનો નિર્ણય…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

અમેરિકામાં 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, તમામ બચી ગયા

અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટના ટેનેસી પ્રાંતના તુલ્લાહોમાં બીચક્રાફ્ટ મ્યુઝિયમ પાસે બની…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?