આઈપીએલ 2025ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. ત્યારે ઓપરેશન સિંદૂરને પગલે દેશભક્તિની થીમ પર આજે આઇપીએલનો સમાપન સમારોહ યોજાયો હતો.. જેમાં જાણીતા ગાયક શંકર મહાદેવન પર્ફોમ કર્યું હતું.IPL 2025ની ક્લોઝિંગ સેરેમનીમાં સૌથી પહેલાં બોલિવૂડના જાણીતા સિંગર શંકર મહાદેવને દેશભક્તિના ગીતો ગાઈને સ્ટેડિયમનો માહોલ જમાવી દીધો.
https://x.com/IPL/status/1929898103626399762
બોલિવૂડ સિંગર શંકર મહાદેવને ‘મૈં રહું ના રાહું, ભારત રહેના ચાહિયે…’,’એ વતન આબાદ રહે તું…’ જેવા ગીતો ગાયાં હતા. બોલિવૂડ સિંગર શંકર મહાદેવને તેમના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ મહાદેવન સાથે પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન દર્શકોએ તિરંગો લહેરાવ્યો હતો અને સશસ્ત્ર દળોના શૌર્યનું સન્માન કર્યું હતું. મંચની સામે કલાકારોએ પણ તેમના નૃત્યથી દેશભક્તિનો માહોલ જમાવ્યો હતો.