અમેરિકામાં અત્યારે મોટો પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યા છે. છેલ્લા 6 8 મહિનાથી એકબીજાનું સમર્થન કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક હવે સામસામે આવી ગયા છે.બંને વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે.
આ દરમિયાન, મસ્કે અમેરિકામાં એક નવા રાજકીય પક્ષની જરૂરિયાત અંગે એક મોટું નિવેદન આપ્યું છે. મસ્કે નવા રાજકીય પક્ષની ચર્ચા શરૂ કરી છે અને તેના નામની પણ જાહેરાત કરી નાંખી છે. ઈલોન મસ્કે X પર કહ્યું છે કે તેઓ ‘ધ અમેરિકા પાર્ટી’ નામે નવો રાજકીય પક્ષ શરૂ કરશે.
મસ્કે X પર લખ્યું કે જનતાએ પોતાનો ચુકાદો આપી દીધો છે, અમેરિકાને એક નવા રાજકીય પક્ષની જરૂર છે. જે મધ્યમ 80% લોકોનું નેતૃત્વ કરે છે અને બરાબર 80% લોકોએ તેને ટેકો આપ્યો છે. આ પછી, તેમણે ‘ધ અમેરિકા પાર્ટી’ નામની જાહેરાત કરતી પોસ્ટ કરી હતી.