દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે અવસાન થયું. ગુરુવારે સાંજે સંજય કપૂર ઈંગ્લેન્ડના ગાર્ડ્સ પોલો ક્લબમાં પોલો રમવા ગયા હતા. અહીં તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું.બોલિવૂડની અભિનેત્રી કરિશ્મા કપૂરના એક્સ હસબન્ડ અને બિઝનેસમેન સંજય કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છવાયો છે. ઇંગ્લૅન્ડમાં પોલો રમતી વખતે તેમને હાર્ટએટેક આવ્યો હતો. વર્ષ 2003માં સંજય કપૂરે કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો પણ છે. તેમની દીકરીનું નામ સમાયરા અને પુત્રનું નામ કિયાન છે. વર્ષ 2016માં બંને એ છૂટાછેડા લીધા હતા. મહત્વનું છે કે અભિનેત્રી કરિશ્મા સાથે અલગ થયા બાદ સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા.