ગુજરાતી સિનેમા નવા આયામ સર કરી રહ્યો છે. ત્યારે પાપા ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ્સ નવી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યું છે, જેનું નામ છે ‘જો તુ હોય તો…’.
આ નવી ગુજરાતી ફિલ્મનું આજ રોજ 15 જૂને ગ્રાન્ડ મૂહૂર્ત યોજાયું હતું. અમદાવાદના ગામઠી રેસ્ટોરન્ટ ખાતે ફિલ્મનું મૂહૂર્ત થયું હતું અને મુહૂર્ત શોટ પણ ક્લીક કરવામાં આવ્યો હતો.
આ ફિલ્મનું ડિરેક્શન આકાશ મહેરિયા કરી રહ્યા છે. જ્યારે ફિલ્મમાં અભિનેત્રી-મોડલ દર્શિના બારોટ લીડ એક્ટ્રેસના રોલમાં છે. આ ઉપરાંત લીડ એક્ટરના રોલમાં પરિમલ શાહ જોવા મળશે. તેમજ વિવેકા પટેલ, અમિત સાંગાણી, ઉર્વશી દોશી, જલશ્રી જેવા કલાકાર પણ મહત્વની ભૂમિકામાં છે. સાથે જ ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જોય શાહ પણ નજરે પડશે.