ગત 12 જૂન ગુરુવારના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જવા ઉપડેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ અચાનક ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા હતા.
ત્યારે અમદાવાદ શહેરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં દુર્ભાગ્યશાળી પામેલા અમુલ્ય જીવો માટે આત્મા શાંતિની કામનાથી એક ભાવભીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પાલડી ખાતે ફતેપુરા ગામે આવેલ શ્રીરામજી મંદિરમાં આ પ્રાર્થના સભા યોજાઈ હતી.
કાર્યક્રમમાં શ્રી હનુમાન ચાલીસાના પઠન સાથે શાસ્ત્રીય અને ભક્તિમય ભજન કીર્તનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગેવિરેન્દ્ર જાની, ભારતી પટેલ, તથા સાથી કલાકારોએ ભાવપૂર્ણ ભજનો દ્વારા ભક્તજનોના મનને સ્પર્શવાનો પ્રયાસ કર્યો હતો. મોટી સંખ્યામાં આ પ્રાર્થના સભામાં બહેનો પણ જોડાઈ હતી અને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ગજાનન ઈવેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.