આજે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વિશ્વ યોગ દિવસ એવં શનિવારના રોજ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સાળંગપુરમાં દાદાને દિવ્ય વાઘા અને સુખડીનો અન્નકૂટ ધરાવાયો છે. એવં 100 કિલોથી વધુ ગુલાબના ફુલોનો શણગાર કરાવવામાં આવ્યો છે.વિશ્વ યોગ દિવસ નિમિતે કિંગ ઓંફ સાળંગપુર દાદાના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસ યોગની સૂર્યનમસ્કાર, વિવિધ આસન જેમાં બરવાળા તાલુકાના લોકો સહિત અહીં દાદાના દર્શને આવેલા ભક્તો પણ જોડાયા હતા. આજે અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.