અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. જોકે, આ જાહેરાત અંગે ઈરાન કે ઈઝરાયલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. નોંધનીય છે કે ઈરાનને પરમાણુ હથિયારો બનવવાથી રોકવા માટે સૌથી પહેલા ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. જે બાદ ઈરાને મિસાઈલો અને ડ્રોનથી વળતો જવાબ આપતા ભીષણ યુદ્ધ શરૂ થયું હતું.
બાદમાં યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની એન્ટ્રી થઈ અને અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. જેના કારણે આ ક્ષેત્રમાં અચાનક તણાવ વધી ગયો હતો. અમેરિકાના હુમલાનો બદલો લેવા માટે ઈરાને કતારમાં અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો. જોકે અમેરિકાએ દાવો કર્યો છે કે તેમણે ઈરાનની તમામ મિસાઈલોને હવામાં જ ધ્વસ્ત કરી દીધી હતી.ત્યારે આ બધાની વચ્ચે હવે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે.