ઉત્તરપ્રદેશના લખીમપુર-ખીરી જિલ્લાથી એક એવો વીડિયો સામે આવ્યો છે જેણે જોવાવાળાને હચમચાવી નાખ્યા છે. અહીં એક યુવક પર અચાનક દીપડાએ હુમલો કરી દીધો હતો. દીપડા સામે હિંમત હાર્યા વિના બચવા માટે તે પાંચ મિનિટ સુધી લડતો રહ્યો. આ જોઈને મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા અને દીપડા પર ઈંટો અને પથ્થરો ફેંક્યા.
https://x.com/skphotography68/status/1937484297403060656
આ પછી, દીપડો ભાગી ગયો. આનાથી યુવાનનો જીવ બચી ગયો. જોકે દીપડાના હુમલામાં તે ઘાયલ થયો હતો. તેમજ દીપડો પણ ઘાયલ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો દીપડા સામે બાથ ભીડનાર યુવકની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.