બોલિવૂડમાં નામ કમાવવાના સ્વપ્ન સાથે ઘણા સ્ટાર્સ ઇન્ડસ્ટ્રીમાં આવે છે, પરંતુ દરેક જણ ફિલ્મોમાં સફળતા મેળવી શકતું નથી. ક્યારેક ફિલ્મોમાં ગોડફાધર ન હોવાને કારણે, અને ક્યારેક યોગ્ય ફિલ્મો પસંદ ન કરવાને કારણે કલાકારો તકો ગુમાવે છે. આવી જ એક એક્ટ્રેસ, જેણે માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફ માટે પણ ઘણી લાઇમલાઇટ મેળવી છે.
દીપશિખા નાગપાલ ‘બાદશાહ’ અને ‘સિર્ફ તુમ’ જેવી ફિલ્મોથી ચર્ચામાં આવી હતી. જોકે તે બૉલીવુડમાં ઓળખાણ ન બનાવી શકી, તેને માત્ર નાની સ્ક્રીન પર જ કામ કર્યું છે. આ બધા વચ્ચે અભિનેત્રીએ તાજેતરમાં જ પોતાના બે અસફળ લગ્ન વિશે વાત કરી અને એમ પણ કહ્યું કે જો બધુ બરાબર રહ્યું તો ફરીથી નવો સંબંધ પણ બનાવી શકું છું.
દીપશિખાએ એમ પણ કહ્યું કે તેના એક્સ પાર્ટનરને દોષી કહેવા માટે કશું નથી, પરંતુ આ અસફળ લગ્ન પોતાના જીવનમા ખરાબ સમયને જવાબદાર ઠેરવું છે.એક ઇન્ટરવ્યુ દરમિયાન, દીપશિખાને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી લગ્ન કરવાનું વિચારશે. આના પર, અભિનેત્રીએ કહ્યું કે એક કરતા વધુ લગ્ન કરવામાં કંઈ ખોટું નથી, કારણ કે તે પહેલાથી જ બે છૂટાછેડામાંથી પસાર થઈ ચૂકી છે. દીપશિખાએ કહ્યું, “હું ત્રણ વખત, ચાર વખત લગ્ન કરી શકું છું – મને તેમાં કોઈ શરમ નથી. ઓછામાં ઓછું હું મારું જીવન જીવી રહી છું. જ્યારે હું બે લોકોને જોઉં છું જે મેળ ખાતા નથી…”