પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંજની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. જ્યારથી તેણે પોતાની ફિલ્મ ‘સરદાર જી 3’ના ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમીરને બતાવી છે, ત્યારથી લોકો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. હવે ફિલ્મની સાથે-સાથે સિંગર અને મેકર્સ પર પણ પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પ્લોય્ઝ (FWICE)એ એક પ્રેસ રીલિઝ જાહેર કરી છે, જેમાં તેણે ફિલ્મ ‘સરદારજી 3’ના મેકર્સ પર હંમેશાં માટે પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ એક પત્ર લખ્યો છે, જેમાં એવી અપીલ કરવામાં આવી છે કે, તેઓ સિંગરનો પાસપોર્ટ સીઝ કરીને તેની ભારતીય નાગરિકતા હંમેશાં માટે રદ કરી દે.