કાંટા લગા… ગીતને કારણે પ્રસિદ્ધ થઈ ચૂકેલી જાણીતી અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું હાર્ટએટેકને કારણે નિધન થઇ ગયું છે. આ અહેવાલ બાદથી બોલિવૂડમાં શૉકનો માહોલ છવાયો છે. ચાહકો અને ઘણા સેલેબ્સને આ સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહ્યો છે.
અભિનેત્રીના પતિ પરાગ ત્યાગીએ શેફાલીને છાતીમાં દુઃખાવાની ફરિયાદને પગલે હોસ્પિટલ પહોંચાડી હતી પરંતુ ત્યાં ડૉક્ટરોએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરી દીધી હતી.