12 જૂને અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાને હજી મહિનો પણ નથી થયો ત્યાં તો વધુ એક વિમાન અકસ્માતની ઘટના વિયેતનામ એરપોર્ટ પર સામે આવી હતી. એક વિડિયો સામે આવ્યો છે જે તમને ડરાવી દેશે. વાસ્તવમાં, હનોઈના નોઈ બાઈ એરપોર્ટ પર વિયેતનામ એરલાઇન્સનું એક જેટ વિમાન તેના જ કાફલાના બીજા વિમાન સાથે અથડાયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારે બપોરે 2 વાગ્યે બની હતી. જેનો એક વિડિયો હાલ સામે આવ્યો છે.
https://x.com/i/status/1939175041972785281
ખરેખર, VnExpress અનુસાર, હો ચી મિન્હ સિટી માટે રવાના થયેલ Hoing 787 વિમાન ટેક ઓફ માટે ટેક્સી કરી રહ્યું હતું. આ સમય દરમિયાન, તે પાર્ક કરેલા એરબસ A321 સાથે અથડાય છે. ટેક્સીની હરોળમાં ઉભેલું આ વિમાન Dien Bien માટે ટેક ઓફ કરવાની તૈયારી કરી રહ્યું હતું.આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાનનો જમણો પાંખ એરબસના ટેઇલ સ્ટેબિલાઇઝર સાથે અથડાતો જોવા મળે છે. આ દરમિયાન એરબસની ટેઇલ તૂટી ગઈ હતી, જેનો કાટમાળ ટાર્મેક પર ફેલાયેલો જોવા મળ્યો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ સમાચાર નથી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ બેદરકારી બદલ વિયેતનામ એરલાઈન્સના ચાર પાયલોટને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.