અમદાવાદના ટાગોર હોલ ખાતે હાલમાં જ એક ભવ્ય સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. ‘બોલે તો બોલીવુડ’- એક સંગીતમય રાત કશિશ રાઠોર અને રાહી રાઠોર સાથે….આ સુંદર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો.
જેમા અભિનેત્રી-સિંગર કશિશે પોતાના મધુર અવાજમાં ગીતો ગાઈને ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા, એટલું જ નહીં કશિશે ગીતો ગાતા ગાતા બોલીવુડ સોન્ગ પર ડાન્સ પણ કર્યો હતો.
આ દરમિયાન તાળીઓના ગડગડાટથી ટાગોર હોલ ગુંજી ઉઠ્યો હતો. સાથે જ રાહી રાઠોરે પણ બોલીવુડ ગીતોથી ઉપસ્થિત તમામનું મનોજંરન કરાવ્યું હતું. રાહી રાઠોર અને કશિશ રાઠોર જેમને તેમના ચાહકો RR અને KR તરીકે પણ ઓળખે છે.આ કાર્યક્રમમાં પદ્મ શ્રી બંકિમ પાઠક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.