માણસમાં જો કોઈ ખાસિયત હોય તો મોટાભાગે તેને હળવાશમાં લેવામાં આવે છે. ઘણીવાર આપણે પોતાની ક્ષમતાઓને સમજી નથી શક્તા, કારણકે એ આપણને જન્મતાની સાથે જ મળેલી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે ગરદન ઉપર કરીને આકાશ તરફ જેટલું ઈચ્છો એટલું નિહાળી શકો છો, આ પણ તમારી એક ક્ષમતા છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક એવું પ્રાણી છે જે આકાશ તરફ નથી જોઈ શક્તું, કારણકે તેની ગરદન અને માંસપેશીઓની શારીરિક રચના જ એવી છે. આ પ્રાણીનું નામ છે ભૂંડ (Pig).
જી હાં, ભૂંડ એવું પ્રાણી છે જેની આંખો માથાના કિનારા પર હોય છે, ભૂંડ 310 ડિગ્રીનો પૈનોરમિક સીન જોઈ શકે છે અને તેના નસકોરા (આગળની તરફ નીકળેલા મોંઢા)ની સામે એક બ્લાઇન્ડ સ્પોટ હોય છે. બીજીવાત એ પણ છે કે નસકોરાની બરાબર ઉપરની બાજુ માથુ હોય છે જેના કારણે ભૂંડ માત્ર 50 ડિગ્રી ઉપર જ જોઈ શકે છે. આજ કારણ છે કે ભૂંડ એક માત્ર એવુ પ્રાણી છે જે આકાશ તરફ નથી જોઈ શકતું.