હિન્દી ફિલ્મોમાં સાતથી વધુ વર્ષથી અભિનેત્રી બનવા સંઘર્ષ કરતી તૃપ્તિ ડિમરીએ ‘એનિમલ’ ફિલ્મ બાદ બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો દબદબો બનાવવાની શરૂઆત કરી દીધી છે અને મહદઅંશે તે એમાં સફળ થતી પણ જોવા મળી રહી છે. તૃપ્તિ ડિમરીની એનિમલ ફિલ્મ બાદ બેડ ન્યૂઝ અને હવે લેટેસ્ટ હોરર-કોમેડી ફિલ્મ ભૂલભૂલૈયા-3એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત દેખાવ કર્યો છે. ભૂલ ભૂલૈયા-3માં કાર્તિક આર્યન સાથે નજરે પડેલી તૃપ્તિ ડિમરીએ પોતાના અભિનયથી દર્શકોને પરી એકવાર પ્રભાવિત કર્યા છે.
માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન તેમજ કાર્તિક આર્યન જેવા દિગ્ગજ કલાકારો સાથે અભિનય કરવા છતાં સિક્વલમાં તેણીનો અભિનય તેને અલગ બનાવે છે. તૃપ્તિ ડિમરીની આકર્ષક સ્ક્રીનની હાજરી અને પરફેક્ટ ટાઇમિંગ સાથે, ડિમરી ફિલ્મને લાક્ષણિક હોરર-કોમેડી કરતાં ઘણી ઉપર લાવે છે, અને ફિલ્મમાં તેની ભૂમિકાને તેની સામૂહિક અપીલનો આવશ્યક ભાગ બનાવે છે. એનિમલ બાદ તૃપ્તિ રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ હતી.હાલમાં જ તે રાજ શાંડિલ્યાની કોમેડી ‘વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયો’ માં રાજકુમાર રાવ સાથે નજરે પડી હતી.
આપને જણાવી દઈએ કે, અભિનેત્રી તરીકે તૃપ્તિની પહેલી ફિલ્મ લૈલા મજનૂ હતી, જોકે આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. જે બાદ તેણે અનુષ્કા શર્મા નિર્મિત અને અન્વિતા દત્ત નિર્દેશિત ‘બુલબુલ’ (૨૦૨૦) મળી ત્યારે ઘણાએ તૃપ્તિને એ નાની પીરીયડ હોરર ફિલ્મ કરવા ના પાડી હતી. પરંતુ તૃપ્તિ પાસે કોઈ કામ ન હોવાથી સ્વીકારી લીધી હતી. આ ફિલ્મથી અભિનેત્રી તરીકે નોંધ લેવાઈ હતી. પણ તૃપ્તિ ડિમરીએ ખરી સફળતા માટે રણબીર કપૂર સાથેની ‘એનિમલ’ સુધી રાહ જોવી પડી હતી. આગામી સમયમાં તૃપ્તિ ડિમરી ધડક-2 અને આશિકી-3 જેવી ફિલ્મોમાં જોવા મળશે.