મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા અને સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. અનમોલને અમેરિકાના કેલિફોર્નિયામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમેરિકી અધિકારીઓએ થોડા દિવસો પહેલા જ અનમોલ તેમના દેશમાં હોવાની પુષ્ટિ કરી હતી. મુંબઇ પોલીસે અનમોલ બિશ્નોઇના પ્રત્યાર્પણ માટેનો એક પ્રસ્તાવ મોકલી આપ્યો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) એ તાજેતરમાં અનમોલ બિશ્નોઇ વિશે માહિતી આપનારને ૧૦ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. એનઆઇએએ ૨૦૨૨માં નોંધાયેલા બે કેસમાં અનમોલ બિશ્નોજ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ગેંગસ્ટર લોરેન્સ અને અમનોલ બિશ્નોઇને ૧૪ એપ્રિલના રોજ બાંદ્રામાં આવેલ બોલીવૂડના એક્ટર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર થયેલ ફાયરિંગના સંબંધમાં મુંબઇ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે દાખલ કરાયેલ ચાર્જશીટમાં પોલીસે લોરેન્સ બિશ્નોઇ અને અનમોલ બિશ્નોઇને આરોપી બનાવ્યા છે. અનમોલ બિશ્નોઇએ સલમાન ખાનના ઘરની બહાર થયેલી ફાયરિંગની ઘટનાની જવાબદારી લીધી હતી. ત્યાર બાદ તેની વિરૂદ્ધ લુકઆઉટ સર્કયુલ્ર જારી કરવામાં આવ્યો હતો. આ બન્ને ભાઇઓ એનસીપીના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં પણ આરોપી છે.