અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ PMJAY યોજના હોસ્પિટલ્સ દ્વારા આચરવામાં આનવી છેતરપિંડી સામે આવી છે. હોસ્પિટલ્સ ખોટી રીતે ઓપરેશન કરી તબીબોની માહિતી PMJAY યોજનામાં અપલોડ કરતી હતા અને સરકાર પાસેથી રૂપિયા ખંખેરતી હતી. જો કે ઘટના બાદ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે.


જેના પગલે PMJAY યોજનામાંથી અમદાવાદના કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે પીએમજેવાય યોજનામાં સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે. જેમાં અમદાવાદની ૩, સુરત-વડોદરા-રાજકોટ ની ૧-૧ તથા ગીર સોમનાથની એક હોસ્પિટલ સસ્પેન્ડ કરી છે. સાથે જ ચાર ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાયા છે.