પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે યોજાઈ રહેલી બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીના પ્રથમ મેચના પ્રથમ ઇનિંગમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 37 રન બનાવ્યા હતા. આ રનો સાથે પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ પાડીને એક ખાસ રેકૉર્ડમાં પોતાને નંબર વન પર સ્થાપી દીધો. પંત ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ રન બનાવનાર મહેમાન વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. આ પહેલાં આ રેકૉર્ડ ઇંગ્લેંડના પૂર્વ વિકેટ કીપર એલન નૉટ ના નામે હતો. નૉટ એ ઓસ્ટ્રેલિયામાં 643 રન બનાવ્યા હતા. હવે પંત એ 661 રન બનાવીને એલન નૉટનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં પંતે પાંચમાં નંબરે બેટિંગ કરી કમાન સંભાળી હતી. તેણે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 37 રનની મહત્વની ઈનિંગ રમી હતી. આ સાથે પંત ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ રન બનાવનાર ગેસ્ટ વિકેટકીપર બન્યો છે. પંતે ઓસ્ટ્રેલિયામાં 13 ઈનિંગ્સમાં 661 રન બનાવ્યા છે. નોટ આ યાદીમાં બીજા સ્થાને છે, જેણે 22 ઇનિંગ્સમાં 643 રન બનાવ્યા હતા. જ્યારે ત્રીજા સ્થાને જેફ ડુજોન છે, તેના નામે 18 ઇનિંગ્સમાં 587 રન છે.