ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળના પ્રસ્તાવને પગલે ભૂતપૂર્વ ભારતીય મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીના નામ પર એક સ્ટૅન્ડ ઈડન ગાર્ડન્સના B બ્લૉકમાં બનાવવામાં આવશે. મહિલાઓની વન-ડે ક્રિકેટમાં ઝુલન ગોસ્વામી સૌથી વધુ 255 વિકેટનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે. ત્યારે ભારતની ભૂતપૂર્વ મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીનું નામ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમના એક સ્ટૅન્ડને આપીને તેની શાનદાર કરીઅરને બિરદાવવામાં આવશે. ૪૧ વર્ષની ઝુલન ગોસ્વામીનો જન્મ પશ્ચિમ બંગાળમાં જ થયો હતો. ઈડન ગાર્ડન્સમાં ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીના નામનું પણ સ્ટૅન્ડ છે. 20 વર્ષની અદ્ભુત કરીઅર પૂરી કર્યા પછી તે હવે યુવા ખેલાડીઓને વિવિધ સ્તરે માર્ગદર્શન આપે છે મહત્વનું છે કે, ઝુલન ગોસ્વામીએ ઘણી મેચોમાં શાનદાર દેખાવ કરીને ભારતીય ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બે વર્ષ પહેલા ઈડનમાં એક સ્ટૅન્ડને તેનું નામ આપવાની ભલામણ ક્રિકેટ ઍસોસિએશન ઑફ બેંગાલે કરી હતી જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.