બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાયની સુંદરતા અને ગ્લેમરસ વ્યક્તિત્વ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. હાલમાં અભિષેક બચ્ચન સાથે છૂટાછેડાની અફવાઓ છેલ્લા ઘણા સમયથી જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન, તાજેતરમાં Aishwarya Rai બચ્ચને દુબઈમાં ગ્લોબલ વુમન ફોરમ ઈવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેણે મહિલા સશક્તિકરણ પર વાત કરી હતી.
https://www.instagram.com/dubaiwomenestablishment/reel/DC4jK9FzPH5/
ઐશ્વર્યા દ્વારા ઈવેન્ટના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર પેનલના સભ્યોની પ્રશંસા કરતો એક Video શેર કરવામાં આવ્યો હતો, જેમાં તેણે ઘણા ક્ષેત્રોમાં મહિલાઓના કામ અને પ્રયત્નોની પ્રશંસા કરી હતી.ઐશ્વર્યાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોયા બાદ ફેન્સમાં ફરી એકવાર છૂટાછેડાને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. જ્યારે ઐશ્વર્યા સ્ટેજ પર આવી, ત્યારે તેનું નામ અને વ્યવસાય “ઐશ્વર્યા રાય |” એક મોટી સ્ક્રીન પર બતાવવામાં આવી હતી.
https://x.com/FabulousAish/status/1861772004350624009
છૂટાછેડાની અફવાઓ વચ્ચે, બચ્ચનને અટકમાંથી હટાવવાથી લોકો આશ્ચર્યચકિત છે.ઐશ્વર્યા રાયના પરિચયમાંથી ‘બચ્ચન’ અટક હટાવાને કારણે સોશિયલ મીડિયા પર ફરી એકવાર છૂટાછેડાની અટકળો શરૂ થઈ ગઈ છે. હવે લોકો કહી રહ્યા છે કે ઐશ્વર્યા સંભવિત રીતે તેનું વૈવાહિક નામ છોડી શકે છે. જોકે, જ્યારે ઐશ્વર્યાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખી તો તેમાં કોઈ સત્ય નહોતું.ઐશ્વર્યા રાયના વેરિફાઈડ એકાઉન્ટ પર હજુ પણ તેનું નામ ‘ઐશ્વર્યા રાય બચ્ચન’ લખાયેલું છે. હવે સવાલ ઉઠવા લાગ્યો છે કે આવું કેમ થયું? શું આ માત્ર સંયોગ હતો કે તેની પાછળ કોઈ અન્ય કારણ હોઈ શકે?