વાઇબ્રન્ટ કલ્ચર અને ભવ્યતાને લઈને ગુજરાત ખૂબ જ જાણીતુ છે. ત્યારે હવે ગુજરાત મિસ પી એન્ડ આઇ ઇન્ડિયા 2025 ના અદભૂત લોન્ચનું આયોજન કરવા માટે તૈયાર છે. લોન્ચ પ્રેસ કોન્ફરન્સ રાજ્યના સૌથી આઇકોનિક સ્થળોમાંના એક પર થશે, જ્યાં મિસ પી એન્ડ આઇ ઇન્ડિયાના ટાઈટલ હોલ્ડર્સ, તેમની સાથે વિઝનરી ફાઉન્ડર મલિક ઇસાની, આ પ્રતિષ્ઠિત ઇવેન્ટની આગામી આવૃત્તિ વિશે આકર્ષક વિગતો શેર કરશે.
મિસ પીએન્ડઆઇ ઇન્ડિયા, પીએન્ડઆઇ મેગેઝિનનું બ્રેઈનચાઈલ્ડ છે, જે ભારતનું પ્રથમ સ્પર્ધા-સમર્પિત પ્રકાશન છે, જે સર્વસમાવેશકતા અને વિવિધતાનો પર્યાય બની ગઈ છે. પીએન્ડઆઇ મેગેઝિને મિસ યુનિવર્સ 2005, મિસ યુનિવર્સ માલ્ટા 2024 જેવા ટાઈટલ હોલ્ડર્સ અને ઘણા વધુ જાણીતા ચહેરાઓ સાથે કામ કર્યું. “વ્હેર એવરી સ્ટોરી ઈઝ અ ક્રાઉન”ટેગલાઈન દ્વારા એન્કર થયેલું આ પ્લેટફોર્મ જીવનના તમામ ક્ષેત્રોની મહિલાઓની ઉજવણી કરે છે, જે પરંપરાગત પેજેન્ટ્રીના ધોરણોથી દૂર છે. માતાઓ, પરિણીત મહિલાઓ, ટ્રાન્સ વુમન, વિવિધ પ્રકારના બોડીની મહિલાઓ અને કોઈપણ ઉંચાઈની મહિલાઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે તેને સેલ્ફ-એક્સપ્રેશન અને માન્યતા માટે એક સશક્તિકરણ મંચ બનાવે છે. આ વર્ષે, પ્લેટફોર્મ ગર્વથી સ્પર્ધકોને ચારથી વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મોકલશે, ક્ષિતિજોને વિસ્તૃત કરશે અને સહભાગીઓ માટે વૈશ્વિક તકો આપશે.