રાજ્યમાં હાલ એકબાજુ જ્યાં ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યાં બીજીબાજુ ગુજરાતના વાતાવરણમાં મોટો ઉલટફેર થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આજથી એટલે કે 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. જે ઓમાન તરફ આગળ વધી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો ઘટાડો થઈ શકે છે. મળતી માહિતી મુજબ, આજથી આગામી 5 દિવસ ગુજરાતમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ફેંગલ વાવાઝોડાની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે. આ વાવાઝોડાની અસરના પગલે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. આ સાથે જ તેમણે પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનો પારો ઘટવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 10 ડિસેમ્બર બાદથી ફરી એકવાર રાજ્યમાં ઠંડીનો પારો ઉચકાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.