દુનિયાના ટોપના ઉદ્યોગપતિઓ પૈકીના એક એવા એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને જીત અપાવવા માટે પાણીની જેમ રૂપિયા ખર્ચ કર્યા હતા. સાથે સાથે પોતે પણ પ્રચારમાં જોડાયા હતા. ટ્રમ્પની સાથે હમેંશા ઉભા પણ રહ્યા હતા. આખરે ટ્રમ્પને જીત અપાવીને જ રાહતનો દમ લીધો હતો.હવે તમામ લોકોને સવાલ થઇ રહ્યો છે કે મિત્ર ટ્રમ્પ માટે કેટલા રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. એલન મસ્કએ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની જીત માટે 270 મિલિયન ડોલર ખર્ચ કર્યા હતા. એટલે કે 2200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.