મુંબઈના કુર્લા વિસ્તારમાં ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જ્યાં બેકાબૂ બનેલી બેસ્ટ બસે 20થી વધુ લોકોને અડફેટે લીધા હતા, જે પૈકી 6 લોકોના મોત નિપજ્યા છે. બેકાબૂ બનેલી બેસ્ટ બસે અનેક વાહનોને પણ અડફેટે લીધા હતા. આ દુર્ઘટના કુર્લા વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં બની હતી. BEST બસ રૂટ નંબર 332, જે કુર્લા સ્ટેશનથી અંધેરી જતી હતી, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
https://x.com/jsuryareddy/status/1866206810803483020
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતનું મુખ્ય કારણ બસના બ્રેક ફેલ થવાનું માનવામાં આવી રહ્યું છે. જેના કારણે બસ ચાલકે અચાનક બસ પરનો કાબુ ગુમાવી બેઠો હતો, ત્યારે બસે પહેલા રસ્તા પર ચાલતા લોકોને ટક્કર મારી દીધી અને પછી ઘણા વાહનો સાથે અથડાઈ હતી. અંતે બસ રહેણાંક સોસાયટી સાથે અથડાઈને અટકી ગઈ. બનાવના પગલે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં ઘાયલોને સારવાર અર્થે ભાભા અને સાયન હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે અકસ્માતમાં મોતને ભેટેલ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. હાલ પોલીસે બસ ચાલકને કસ્ટડીમાં લઈ સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે.