જો તમે નવા વર્ષે થાઈલેન્ડ જવાનું પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે ભારતીયો માટે થાઈલેન્ડ જવા માટે ઈ-વિઝા સિસ્ટમ લાગૂ થવા જઈ રહી છે. નવી દિલ્હીમાં રોયલ થાઈ એમ્બેસીએ બુધવારે જાહેરાત કરી છે કે થાઈલેન્ડના ઈ-વિઝા ભારતમાં 1 જાન્યુઆરી, 2025થી લાગુ કરવામાં આવશે. દૂતાવાસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય પાસપોર્ટ ધારકો ઈ-વિઝા લઈને થાઈલેન્ડમાં 60 દિવસ સુધી રહી શકશો.
આ રીતે કરી શકાશે અરજી
એમ્બેસીના જણાવ્યા મુજબ, બિન-થાઈ નાગરિકોએ તમામ પ્રકારના વિઝા માટે https://www.thaievisa.go.th વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. અરજદાર પોતે અથવા અન્ય પ્રતિનિધિઓ દ્વારા અરજી કરી શકે છે. જો કે એક વાતનું ધ્યાન રાખવું કે જો કોઈ પ્રતિનિધિ દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજી અધૂરી હશે તો તેના માટે એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલ જવાબદાર રહેશે નહીં. અરજી કઈ રીતે કરવી તેની પ્રક્રિયા ઉપરની વેબસાઇટ પર જોઈ શકાય છે.
એમ્બેસીની નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સામાન્ય પાસપોર્ટના એપ્લાય 16 ડિસેમ્બર 2024 સુધી નોમિનેટેડ વિઝા પ્રોસેસિંગ કંપનીઓમાં જમા કરાઈ શકે છે. વળી બીજી બાજુ રાજકીય અને આધિકારિક પાસપોર્ટ ધારક 24 ડિસેમ્બર 2024 સુધી એમ્બસી અથવા કોન્સ્યૂલેટ જનરલમાં અપ્લાય કરી શકે છે.
ભારતીય નાગરિકો માટે 60 દિવસો સુધી વિઝા એક્ઝેમ્પશન જારી રહેશે. આ સુવિધા ટૂરિઝમ અને શોર્ટ ટર્મ બિઝનેસ ટાર્ગેટને પહોંચી વળવા માટે ચાલુ જ રહેશે.