હાલ પુષ્પા-2 ફિલ્મ ભારે ચર્ચામાં છે. આ ફિલ્મમાં લાલ ચંદનની તસ્કરી બતાવવામાં આવી છે. ત્યારે અસલી પુષ્પા રાજ પાટણમાંથી ઝડપાયા છે. પાટણના હાજીપુર નજીક આવેલ શ્રેય ગોડાઉનના નંબર 70 મા આંધ્ર પ્રદેશમાથી ચાર મહિના અગાઉ આઇસર ગાડીમાં શાકભાજીની આડમાં લવાયેલ 4.5 ટન વજનનો 2.5 કરોડના લાલ ચંદનના જથ્થા સાથે પાટણ મહેસાણા અને ડીસાના મળી ત્રણ આરોપીઓને આંધ્રપ્રદેશ અને પાટણ પોલીસે ઝડપી પાડતા જિલ્લામાં ચકચાર મચી છે.
પાટણના હાજીપુર નજીક ગોડાઉનમાંથી પકડાયેલ રક્ત ચંદન બાબતે ડીવાયએસપી કે કે પંડ્યાએ જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ પોલીસ સાથે પાટણની પોલીસે પણ સાથે રહી રક્ત ચંદન ની હેરાફેરી કરનાર ત્રણ શખ્સોને ઝડપ્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ પકડાયેલ આ લાલ ચંદનનો જથ્થો એશિયાના કેટલાક દેશો અને ચીન સુધી પહોંચાડવાનો હતો તે પહેલા જ પોલીસે રક્ત ચંદનનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની ધરપકડ કરી છે.
Leave a comment