ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ આગામી વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યુ છે. જે મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સામે થશે અને આ મેચ પણ દુબઈમાં જ રમાશે.
https://x.com/ICC/status/1871529564654198807
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે UAEની પસંદગી કરી હતી. તેથી ભારતીય ટીમ તેની તમામ મેચ યુએઈમાં જ રમશે.ICCએ જાહેર કરેલ શેડ્યૂલ મુજબ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ 9 માર્ચે લાહોરમાં રમાશે. પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો તે મેચ દુબઈમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. તમામ ટીમોને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપ-Aમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય ગ્રૂપ-Aમાં બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને ગ્રૂપ-Bમાં રાખવામાં આવ્યા છે.