ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ફરી એકવાર અવકાશમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. ઈસરોએ PSLV-C60 SpaDeX મિશન લોન્ચ કર્યું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સ્ટેશન ખાતેથી તેનું લોન્ચિંગ કરાયું હતું. આ મિશન ભારતના મૂન મિશન માટે પાયાનો પથ્થર બનશે.
https://x.com/isro/status/1873922479951143179
જો આ મિશન સફળ થશે તો ભારત અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજી ધરાવતો વિશ્વનો ચોથો દેશ બની જશે. હાલમાં આ ટેક્નોલોજી માત્ર રશિયા, અમેરિકા અને ચીન પાસે જ છે. ઈસરોનું આ મિશન ભારતીય સ્પેસ સ્ટેશન (BAS) ના નિર્માણ અને ચંદ્રયાન-4 મિશનની સફળતા નક્કી કરશે. ચંદ્રયાન-4 માટે અવકાશમાં ડોકીંગ એ ખૂબ જ મહત્વપૂર્ણ ટેક્નોલોજી છે. આ મિશનમાં PSLV-C60 દ્વારા બે નાના અવકાશયાન લોન્ચ કરવામાં આવ્યા છે, જેમના નામ ચેઝર અને ટાર્ગેટ છે અને દરેકનું વજન લગભગ 220 કિલોગ્રામ છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશમાં બે અવકાશયાન અથવા ઉપગ્રહોને જોડવા (ડોકીંગ) અને તેમને અલગ કરવા (અનડોકીંગ) માટેની ટેક્નોલોજીનું પરીક્ષણ કરવાનો છે.