દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન શોન પોલોકે જણાવ્યું છે કે, ICC ક્રિકેટ સમિતિ બોલરોને વાઈડ બોલને લઈને થોડી વધુ છૂટ આપવા માટે કામ કરી રહી છે. કારણ કે વર્તમાન નિયમ તેમના માટે ખૂબ જ કડક છે. વનડે અને T20Iમાં બેટર બોલરની લાઇન અને લેન્થને બગાડવા માટે ક્રીઝ પર છેલ્લી ઘડીએ મૂવમેન્ટ કરે છે. જેના પરિણામે ઘણીવાર બોલ વાઈડ થઈ જાય છે. પોલોકે વધુમાં જણાવ્યું હતું કે, ‘હું ICC ક્રિકેટ સમિતિનો સભ્ય છું અને અમે વાઈડ બોલ પર બોલરોને થોડી વધુ છૂટ આપવાનું વિચારી રહ્યા છીએ. મને લાગે છે કે બોલરો પ્રત્યે નિયમો ખૂબ જ કડક છે.’
જો કોઈ બેટ્સમેન છેલ્લી ઘડીએ મૂવમેનેટ કરે છે, તો તે બોલરો માટે ખરેખર આદર્શ સ્થિતિ નથી. મને લાગે છે કે બોલર માટે રન-અપની શરૂઆતમાં જ એ જાણવું મહત્વપૂર્ણ છે કે તે ક્યાં બોલિંગ કરી શકે છે.પોલોકે કહ્યું કે, ‘હાલના નિયમો અનુસાર જો બોલર બોલ છોડે તે પહેલાં બેટ્સમેન તરત જ પોતાની સ્થિતિ બદલી નાખે છે, તો બોલને વાઈડ જાહેર કરવામાં આવે છે.’ હું આ નિયમમાં થોડો ફેરફાર ઇચ્છું છું.