ડાંગની યુવતીએ દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે, જેમાં ખો-ખોની ભારતીય ટીમમાં ડાંગની દીકરીને સ્થાન મળ્યું છે. બીલીઆંબા ગામની રહેવાસી ઓપીના ભીલારે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. વિશ્વકપ 13થી 19 જાન્યુઆરી વચ્ચે યોજાશે. આદિવાસી પરિવારની દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઓપીનાએ અત્યાર સુધી અનેક મેડલ મેળવ્યા છે.
તાપી અને ડાંગ જિલ્લાના સરહદિય વિસ્તારમા આવેલા સુબીર તાલુકાના બીલીઆંબા ગામના આદિવાસી પરિવારની આ દિકરી ઓપીના ભીલાર, ખો-ખોના વર્લ્ડ કપમા ભાગ લેવા જઇ રહી છે, તે ડાંગ સહિત સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. ઓપીના ભીલાર તારીખ ૧૩ થી ૧૯ જાન્યુઆરી દરમિયાન યોજાનાર ખો-ખો વર્લ્ડ કપમાં ભારત વતી ખો-ખો રમશે. ડાંગ જિલ્લાની મુળ વતની ઓપીના ભીલારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખો-ખો રમતમાં પોતાનુ નામ રોશન કર્યું છે.