અમદાવાદ સહિત રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણના પર્વ પર પવન સારો રહેતા પતંગરસીયાઓને મોજ પડી ગઇ હતી.
ધાબા પર કાઇપો છે…અને લપેટ-લપેટની બુમો સાંભળવા મળી હતી. ગીતો પણ વાગતા જોવા મળ્યા હતા.અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અચેરમાં આવેલ તિર્થભૂમિ એપાર્ટમેન્ટ, રામનગરમાં આવેલ આશાપુરણ એપાર્ટમેન્ટમાં પણ પતંગરસિયાઓએ પતંગ ચગાવી હતી અને ધાબા પર ચિક્કી, જલેબી જેવી વાનગીઓની જયાફત પણ માણી હતી.