બિગ બોસ 18ની ટ્રોફીની રેસમાં કરણવીર મેહરા, રજત દલાલ અને વિવિયન ડિસેના વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, પરંતુ બિગ બોસ 18માં કરણવીરે બાજી મારીને શો જીત્યો છે.બિગબોસ-18ના ગ્રાન્ડ ફિનાલેમાં શોનાં હોસ્ટ સલમાન ખાને વિનરની જાહેરાત કરી હતી. કરણવીર મહેરા બિગબોસ-18નો વિનર બન્યો હતો. સલમાન ખાને કરણવીર મહેરાને પોતાના હાથે ટ્રોફી અને 50 લાખ રૂપિયા પણ મળ્યા છે.
https://x.com/somehowcher/status/1881059016249581623
ભારે ઉતાર ચઢાવ અને વિવાદો સાથે બિગ બોસની સિઝન 18 પૂર્ણ થઈ હતી. બિગ બોસે વિવિય અને કરણ અંગે કેટલીક સકારાત્મક ટીપ્પણી કરી હતી. ટોપ-2માં વિવિય ડિસેના અને કરણવીર મહેરા રહ્યા હતા. શરુથી જ એવી ધારણા હતી કે રજત દલાલ બિગ બોસનો બોસ બનશે પરંતુ ટોપ-2ની રેસમાંથી રજત આઉટ થયો હતો. ત્યાર બાદ 10 મિનિટ માટે વોટીંગ લાઈન ઓન કરવામા આવી હતી.કરણ વીર મહેરાના 654K ફોલોઅર્સ છે, જ્યારે વિવિયન ડીસેનાના 1.6 મિલિયન ફોલોઅર્સ છે.
મહત્વનું છે કે બિગ બોસ-18ના ફિનાલેમાં ઘણી સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. આમિર ખાન તેના પુત્ર જુનૈદ ખાન અને ખુશી કપૂર સાથે તેમની આગામી ફિલ્મ ‘લવયાપા’નું પ્રમોશન કરતો જોવા મળ્યો હતો. બિગ બોસના ભૂતપૂર્વ કન્ટેસ્ટેન્ટ અંકિતા લોખંડે અને વિકી જૈન પણ તેમના આગામી શો ‘લાફ્ટર શેફ્સ 2’ વિશે વાત કરવા માટે ફિનાલેમાં જોડાયા હતા.