અભિનેતા વિકી કૌશલની ડ્રામા ફિલ્મ ‘છાવા’ ઘણાં સમયથી ચર્ચાનો વિષય બની રહી છે. તાજેતરમાં નિર્માતાઓએ ફિલ્મના સ્ટાર કાસ્ટના પોસ્ટર્સ પણ શેર કર્યા હતા. ત્યારે હવે ફિલ્મ ‘છાવા’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
https://youtu.be/77vRyWNqZjM?si=BM–I3RW_eIsuIFz
ફિલ્મના ટ્રેલરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વીર છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકામાં વિક્કી કૌશલનો લુક ખૂબ જ અદ્ભુત લાગી રહ્યો છે. જ્યારે તેમની પત્નીના રોલમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાની ઝલક પણ જોવા મળી હતી. આ ઉપરાંત અભિનેતા અક્ષય ખન્ના ફિલ્મમાં ખલનાયકની ભૂમિકામાં દેખાઈ રહ્યો છે. જે આ ફિલ્મમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.