97માં ઓસ્કર એવોર્ડના નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ વખતે ભારતની શૉર્ટ ફિલ્મ ‘અનુજા’ એ લાઈવ એક્શન શૉર્ટ ફિલ્મ કેટેગરીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ઓસ્કાર નોમિનેશન 2025માં અનુજાએ સ્થાન મેળવતાની સાથે જ ભારતીયોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે. આ ફિલ્મ અ લીન, આઈ એમ નોટ એ રોબોટ, ધ લાસ્ટ રેન્જર અને ધ મેન હુ કાન્ટ રીમેઈન સાયલન્ટ સાથે સ્પર્ધા કરશે.
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા, અનિતા ભાટિયા, ગુનીત મોંગા અને મિન્ડી કલિંગ તેના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. આ વખતે 97માં એકેડેમી એવોર્ડ્સના નોમિનેશન ઇવેન્ટનું આયોજન બોવેન યાંગ અને રશેલ સેનોટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ લૉસ એન્જિલ્સમાં યોજાયો હતો. લૉસ એન્જિલ્સમાં લાગેલી આગને કારણે તે લાંબા સમયથી મુલતવી રાખવામાં આવી રહ્યું હતું. 2 માર્ચ 2025ના રોજ ઓસ્કાર 2025નું આયોજન હોલીવુડના ડોલ્બી થિયેટરમાં કરવામાં આવશે.