અમૂલે ગુજરાતમાં દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. હાલ અમુલ ગોલ્ડ, અમુલ ફ્રેશ અને ટી સ્પેશિયલ દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે.અમૂલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલના 1 લિટર પાઉચની કિંમતમાં 1 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા, અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા, અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા, અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા, અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા થયો છે. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે અમૂલનું દૂધ સસ્તું થવાથી અન્ય ડેરી કંપનીઓને પણ અસર થશે અને તેમણે દૂધના ભાવમાં પણ ઘટાડો કરવો પડશે.
દૂધ પ્રોડક્ટ | જૂનો ભાવ | નવો ભાવ |
અમૂલ ગોલ્ડ | 66 રૂપિયા | 65 રૂપિયા |
અમૂલ તાજા | 54 રૂપિયા | 53 રૂપિયા |
અમૂલ ટી સ્પેશ્યલ | 62 રૂપિયા | 61 રૂપિયા |