બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર અને વીર પહરિયાની એરિયલ એક્શન એન્ટરટેનર સ્કાય ફોર્સ આખરે આજે એટલે કે 24 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ સૌથી ઘાતક હવાઈ હુમલાઓ પરની સાચી ઘટના પર આધારિત એક મનોરંજનથી ભરપૂર વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં સારા અલી ખાન, નિમ્રત કૌર,બોગુમિલા બુબિયાક અને ઇરીના સ્વેકોવા પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ નિહાળ્યા બાદ કેટલાક યુઝર્સોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. જે મુજબ અક્ષય કુમાર લાંબા સમય બાદ દર્શકોનું મનોરંજન કરવામાં સફળ રહ્યો છે. સાથે જ વીર પહરિયાએ પણ પોતાની પહેલી ફિલ્મથી સારી શરૂઆત કરી છે. ફિલ્મમાં અક્ષયકુમારના દેશભક્તિથી ભરપૂર અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જો તમે આ ફિલ્મ જોવાનો પ્લાન કરી રહ્યા છો તો સૌથી પહેલા ફિલ્મનો રિવ્યૂ જોઈ લો…
https://x.com/BeastAuro7/status/1882684198601007341
https://x.com/Sreenivas0428/status/1882694503611703359
https://x.com/SfrRollins/status/1882684044204560679