ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત બાંગ્લાદેશ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાને ઉથલાવી સત્તા પર કબજે કરનાર મોહમ્મદ યૂનુસ સરકાર ભારત વિરુદ્ધ અનેક નિર્ણયો લઈ ચુક્યા છે. જોકે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરકારે ભારત સામે પડવું ભારે પડ્યું હોય તેવી વાત સામે આવી છે. વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશી સરકારને અપાતી તમામ આર્થિક સહાય બંધ કર્યા બાદ હવે પાકિસ્તાન સામે પણ આવો નિર્ણય લીધો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આદેશ અપાયા બાદ અમેરિકાએ પાકિસ્તાનને અપાતી તમામ સહાયતા અસ્થાયી રૂપે અટકાવી દીધી છે. બજેટની દેખરેખ રાખતા ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (OMB)એ એક આદેશમાં કહ્યું છે કે, ‘અમેરિકા દ્વારા પાકિસ્તાને કરાતી તમામ આર્થિક મદદો અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની પ્રાથમિકતાઓ મુજબ સુનિશ્ચિત થયા બાદ જ આ આર્થિક મદદ શરૂ કરવામાં આવશે.