વર્ષ 2000માં લુપ્તપ્રાય જાહેર કરવામાં આવેલા પોપટની સ્પિક્સ મકાવ્ઝ પ્રજાતિને ફરી તેમના મૂળ નિવાસસ્થાન, બ્રાઝિલના જંગલમાં મોકલવામાં આવશે. સ્પિક્સ મકાવ્ઝ જે પોપટની એક પ્રજાતિ છે, તે પક્ષીને વર્ષ 2000માં જંગલોમાંથી વિલુપ્ત જાહેર કરવામાં આવ્યું હતું. જોકે તેમને હવે વનતારામાં નવું ઘર મળ્યું છે. ગુજરાત સ્થિત વનતારાના સહયોગી ગ્રીન્સ ઝૂલૉજીકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (GZRRC) અને પોપટના સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા ACTPએ સાથે મળીને આ મિશન પૂરું પાડ્યું.
બ્રાઝિલમાં સ્થળાંતરિત કરવા માટે પસંદ કરાયેલા 41 સ્પિક્સ મકાવ્ઝ તેમની વંશાવલિ અને સ્વાસ્થ્યના આધારે પસંદ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં 23 માદા, 15 નર અને ત્રણ બચ્ચાંનો સમાવેશ થાય છે. કેટલાક મકાવ્ઝ આ વર્ષે છોડવા માટે તૈયાર કરવામાં આવી રહેલા સમૂહમાં જોડાવામાં આવ્યા હતા, જ્યારે અન્યને લાંબા ગાળાના સંરક્ષણ પ્રયાસોને ટેકો આપવા માટેના સંવર્ધન કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા.