ભારતીય મહિલા અંડર-19 ટીમે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં રમાયેલ બીજા ICC મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 9 વિકેટે હરાવીને સતત બીજી વખત ટાઈટલ જીત્યું છે. રવિવારે (2 ફેબ્રુઆરી) રમાયેલી ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું. આ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે ૮૩ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે માત્ર ૧૧.૨ ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમની જીતમાં ગોંગડી ત્રિશાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્રિશાએ બોલિંગમાં ત્રણ વિકેટ લીધી, જ્યારે બેટિંગમાં અણનમ 44 રન બનાવ્યા. ભારતે સતત બીજી વખત આ ખિતાબ જીત્યો છે. છેલ્લી આવૃત્તિ 2023 માં દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી, જેમાં ભારતીય ટીમ શેફાલી વર્માની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બની હતી.