વડાપ્રધાન મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઇ અને સ્કેલ AI ના ફાઉન્ડર એલેક્ઝેંડર વાંગ સાથે ફ્રાંસમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન AI ઈન્ડસ્ટ્રી પર ચર્ચા પણ કરવામાં આવી હતી.ગૂગલ સીઈઓ સુંદર પિચાઈએ AI સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ કહ્યું કે, ‘પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ખુશી થઈ. અમે AI ના ભવિષ્ય પર અને એવી તક વિશે ચર્ચા કરી જે ભારત માટે ફાયદાકારક હશે. અમે મળીને ભારતમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન લાવી શકીએ છીએ’.