બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર ભગવાન શિવની ભક્તિમાં લીન જોવા મળ્યો છે. તેણે 26 ફેબ્રુઆરીએ આવનારી મહાશિવરાત્રી પહેલા ભગવાન શિવ પર એક ગીત રિલીઝ કર્યું છે.આ ગીતનું નામ ‘મહાકાલ ચલો’ છે. ગીત વિશે વાત કરીએ તો, તેને વિક્રમ મોન્ટ્રોઝ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે ખાસ વાત એ છે કે આ ગીત અક્ષય કુમારે પલાશ સેન સાથે મળીને ગાયું છે.અક્ષયે આ ગીત તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યું છે. આ પોસ્ટમાં લોકો ગીતના વખાણ કરતા જોવા મળે છે.