ભાજપે રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા છે. પહેલીવાર વિધાનસભા ચૂંટણી જીતનાર રેખા ગુપ્તાને દિલ્હીના સીએમ બનાવી ભાજપે એક સાથે 4 લક્ષ્યને સાધવાને પ્રયાસ કર્યો છે.રામલીલા મેદાનમાં આજે બપોરે 12.35 વાગ્યે રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે. દિલ્હીમાં સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત અને આતિશી બાદ રેખા ગુપ્તા ચોથા મહિલા મુખ્યમંત્રી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપરાંત પરવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઈન્દ્રરાજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
https://x.com/ANI/status/1892469292790079892
સૌથી ખાસ વાત એ છે કે, રેખા ગુપ્તા પહેલીવાર ધારાસભ્ય બન્યા અને દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી મળી છે. પ્રવેશ વર્મા અને વિરેન્દ્ર સચદેવા જેવા દિગ્ગજ નેતાઓના બદલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાની પસંદગી કરવા પાછળ 4 મુખ્ય મુદ્દાઓ છે.રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ એક મહિલા છે. આ પહેલા આમ આદમી પાર્ટીની સરકારે આતિશીને મુખ્યમંત્રી બનાવી હતી. અનેક રાજ્યોમાં ભાજપની સરકાર છે, પરંતુ પાર્ટીએ અત્યાર સુધી કોઇ મહિલાને મુખ્યમંત્રી બનાવી નથી.
આ અંગે ઘણા સવાલો ઉભા થયા હતા અને ભાજપ આ આરોપોનો જવાબ આપવા માંગતી હતી અને તેણે રેખા ગુપ્તા ની પસંદગી કરીને આ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. જો કે પાર્ટીએ ઘણા રાજ્યોમાં ડેપ્યુટી સીએમ બનાવ્યા છે. રાજસ્થાન, બિહાર તેના મુખ્ય ઉદાહરણો છે.