ઇન્સ્ટાગ્રામ ક્વિન તોફાની રાધા તરીકે જાણીતી રાજકોટની રાધિકા ધામેચા નામની 26 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. તોફાની રાધા રૈયા રોડ પર તુલસી માર્કેટની સામે પરિવારથી અલગ રહેતી હતી.
રાધા નામથી ફેમસ રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉ.વ.26 ) તાજેતરમાં જ તે ગોવા ફરવા માટે ગઈ હતી. ગોવાથી આવ્યા બાદ તેણે પિતાને ફોન કરીને કહ્યું કે, ‘હું જાવ છું.’ પરંતું પિતા પહોંચ્યા તે પહેલા તેણે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાના કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દીકરીના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટનાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.રાજકોટમાં તોફાની રાધા નામનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તોફાની રાધાના ઈન્સ્ટાગ્રામમાં ત્રણ વિડીયો રિલ્સ વાયરલ થયા હતા. ગાંજા જેવા દેખાતા પદાર્થનું સેવન કરતી હોઈ, જેતપુર ટોલનાકાનું બેરિયર તોડતી હોઈ તે પ્રકારના ત્રણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયરલ થયેલા વિડીયો મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.