ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં IITEના ૩,૦૧૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, “વિકસીત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં સૌ નાગરીકો ભગીરથ પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે આપ સૌ શિક્ષકોએ એવા બાળકોનું ઘડતર કરવાનું છે જેઓ ભવિષ્યમાં દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે.”