આણંદની કલેક્ટર કચેરી (Anand Collector’s office) એક બાદ એક વિવાદમાં સપડાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. પહેલા કચેરીનાં રેકોર્ડ શાખામાંથી રેકોર્ડ ગાયબ થઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ કલેક્ટર કચેરીનાં કંપાઉન્ડમાં રૂપિયા લઈ દસ્તાવેજ કઢાવી આપતી મહિલાનો વીડિયો વાઇરલ થતાં કલેક્ટર કચેરીનાં અધિકારીઓ-કર્મચારીઓની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે.જેમાં સરકારી કામ કરવા માટે વચેટિયાઓએ પૈસા માંગ્યા હતા.
ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોમાં 1800 રૂપિયા લઈને દસ્તાવેજ કાઢી આપવાનો ઉલ્લેખ તેમજ 2500 રૂપિયામાં કોઈ ડોક્યુમેન્ટ વગર દસ્તાવેજ કાઢી આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો હાલ વાયરલ થયો છે.