અમદાવાદમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ જ ડર ન રહ્યો હોય તે રીતે પોતાની દાદાગીરી કરી સામાન્ય જનતાને ડરાવતા ધમકાવતા નજરે પડી રહ્યા છે. જેના કારણે શહેરમાં અરાજક્તાનો માહોલ ઉભો થઈ રહ્યો છે. ત્યારે વસ્ત્રાલ વિસ્તાર ફરી એકવાર અસામાજિક તત્વોના આતંકનો શિકાર બન્યો છે.વસ્ત્રાલમાં કેટલાક અસામાજિક તત્વોએ લાકડી અને તીક્ષ્ણ હથિયારોથી રસ્તાને બાનમાં લઈ લેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
https://x.com/AcharyaJay22_17/status/1900264549858877561
ઘટનામાં બે ગ્રુપ વચ્ચેની અંગત અદાવત મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. 15 થી 20 લોકોનાં ટોળાએ શાશ્વત-2 સોસાયટીમાં પાર્ક કારોમાં તોડફોડ કરી અને ત્યાર બાદ બદમાશો ફરાર થયા હતા. મોડી રાતે ગાડીઓમાં તોડફોડની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી અને તોફાની તત્વોને રસ્તા પર દંડાવાડી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ મામલે પોલીસ ત્વરિત પગલાં લે અને આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરે તેવી માગ સ્થાનિકોએ ઉચ્ચારી છે.